આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.
ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.
ચ છ જ ઝ ઞ - આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ત થ દ ધ ન - આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
પ ફ બ ભ મ - આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.
No comments:
Post a Comment